Thursday, October 31, 2019

બાળકો માં દાંત નો સડો : શા માટે ચિંતાજનક? | Dental Decay in Children. Why it is alarming | Anand


ભારત માં બાળકોના દાંતની સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલો છે જે અત્યંત ચિંતાજનક છે 60% થી 90%  બાળકોમાં દાંતના સડાનું  પ્રમાણ વધુ જોવા મળયું છે.



શા માટે ચિંતાજનક?
  • બાળકો અને તેમના વાલી દાંતના ડૉક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા નથી.
  • બાળકો અને વાલી માં દાંત ની યોગ્ય સંભાળ કેવીરીતે કરવી તેની બરાબર જાણકારી હોતી નથી.
  • ઘણા વાલી તેમના બાળકોને જ્યારે દાંતમાં દુખાવો થાય ત્યારે જ ડૉક્ટરને બતાવવા લઈ જાય છે જે ઘણું મોડું હોય, ત્યાં સુધી દાંતનો સડો ઘણો વધી ગયો હોય છે.
  • બાળકોની ખાવાની આદતો પણ દાંત નો સડો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે દાખલા તરીકે વધુ પડતો શર્કરા ખાસ કરીને રિફાઈન્ડ શર્કરા (Sugar).
  • બ્રશ : - બાળકોમાં જ્યારે પહેલો દાંત આવે ત્યારથી નિયમિત બ્રશિંગ કરાવું જરૂરી છે જે ઘણા વાલી કરાવતા નથી દાંતની બરાબર સફાઈ માટે બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ ની જાણકારી હોતી નથી.
  • બાળકો માં દાંતનું પ્રથમ ચેક અપ જ્યારે બાળક એક વર્ષનું થાય ત્યારે કરાવવું જરૂરી છે.


બાળકોમાં દાંતની સમસ્યાઓને રોકવા માટે નીચે મુજબના પગલા લેવા:-
  • બાળકોના દાંતની ઓછામાં ઓછું બે વખત બ્રશ કરવું જોઈએ fluoride toothpaste ઉપયોગ કરવો જોઈએ.
  • રાત્રે સૂતી વખતે બાળકોને પાણી સિવાય અન્ય કોઈ પ્રવાહી જેમકે દૂધ, જ્યુસ વગેરે આપવા જોઈએ નહીં જો સૂતી વખતે દૂધ પીવાની આદત હોય તો તેના પછી બ્રશ કરાવીને બાળકને સુવડાવવું જોઈએ.
  • ખાવામાં લીલા શાકભાજી, ડ્રાયફ્રુટ, ફળોનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને વધુ મીઠી વસ્તુઓ જેમકે કેક, કૂકીઝ, સોફ્ટ ડ્રિન્ક નો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ.
  • પીવાના પાણીમાં fluoride નું યોગ્ય પ્રમાણ ( 0.7 - 1.2 PPM ) દાંતના બંધારણ માટે અત્યંત જરૂરી છે દાંતના ડોક્ટર પાસે તેની ચર્ચા કરવી જોઈએ.
  • દાંતના ડોક્ટર ને દર છ મહિને ચેકઅપ કરાવવું જરૂરી છે. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.


(પ્રથમ ચેકઅપ  = બાળકનો પહેલો જન્મદિવસ)


Smile Galleria Offers Specialized Dental Services For Kids.

Associate Doctor:- Dr. Kuntal  (Pediatric Dental Surgeon) 
 Visiting - Tuesday 
Timing – 10am to 12pm



🏥સરનામું : -
શુભલક્ષમી શોપિંગ સેન્ટર, તિરૂપતિ કુરિયરની ઉપર, ડૉ. અજય કોઠિયાલા હોસ્પિટલની પાસે, સ્ટેશન રોડ, આણંદ, ગુજરાત (388001)
સંપર્ક ☎️ : - 02692 - 266498,  07096532278


Visit Us