Monday, October 7, 2019

દાંતનું ચોકઠું: મહત્વ અને માવજત | Denture | Smile Galleria | Anand | Gujarat


આયુર્વેદ તેમજ યુનાની ગ્રંથોમાંથી જાણવા મળે છે કે શરીરના  મોટાભાગના રોગો પાચનતંત્રની તકલીફને કારણે થાય છે. ખાસ કરીને દાંત પડાવ્યા બાદ દર્દીઓને જમવાની તકલીફને લીધે પેટના દર્દોથી પીડાવું પડે છે. આથી દાંત પડાવ્યા બાદ ચોકઠું બનાવવુ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી બને છે. જેથી આવી તકલીફને આપણે દુર કરી શકીએ. દાંત પડાવ્યા બાદ તેના બદલામાં બત્રીસી અથવા ચોકઠું (Complete Denture) પહેરવું, એ દર્દી માટે જરૂરી બને છે. જેથી જમવામાં, બોલવામાં કોઈ અડચણ ના આવે અને ચહેરાનો ઘાટઘુટ જળવાઈ રહે. દાંત પડાવ્યા બાદ દર્દીના મોંઢા ઉપર કરચલી પડી જાય છે. આનું કારણ એ છે કે દાંત, હોઠ તથા ગાલની માંસપેશીઓને ટેકો આપી સુડોળ બનાવે છે. દાંત પડી જવાથી એ ટેકો જતો રહે છે, એટલે આવી તકલીફ ઉભી થાય છે, જેને ચોકઠાં દ્વારા દુર કરી શકાય છે. દાંત પડાવ્યા બાદ દર્દીને શબ્દોચ્ચારમાં તકલીફ પડે જેને ચોકઠાં દ્વારા દુર કરી શકાય છે. ઘણી વખત દાંત પડાવ્યા બાદ લોહીમાં હિમોગ્લોબીન ઓછું થવાની એટલે કે નબળાઈ આવવાની ફરિયાદ રહે છે, જેવું મુખ્ય કારણ જમવાની તકલીફ છે, આનો ઈલાજ ચોકઠું છે, જેથી દર્દીને વ્યવસ્થિત રીતે જમી શકે અને આમ કરવાની તેનો માનસિક તણાવ પણ દુર કરી શકાય છે.

સામાન્ય રીતે ચોકઠું બધા દાંત પડાવ્યા બાદ દોઢથી બે મહિના પછી બનાવી શકાય. હવે તો દાંત પડાવ્યા બાદ ઈમીજીયેટ ડેન્ચરની (Immediate Denture) સુવિધા પણ ઉપલબ્ધ છે.


ચોકઠું બનાવ્યા બાદ થોડી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે 

(૧) શરૂઆતના નવા ચોકઠાથી ખાવું નહિ, એક વખત ફાવી જાય અને કોઈપણ જાતની મોઢામાં તકલીફ ન હોય અને બત્રીસી મોઢામાં તેનું ઘર કરી લે ત્યાર પછી જમતી વખતે વાપરવાની શરૂઆત કરવી જેથી મોઢામાં ચાંદા ના પડે.
(૨) ચોકઠું ફાવી જાય પછી શરૂઆતમાં નરમ-પોચી વસ્તુનો ખોરાક લેવો. કઠણ અને ચીકણી વસ્તુ ખાવી નહિ.
(૩) ચોકઠું નિયમિત રીતે સાફ કરવું જરૂરી છે કારણ કે ગંદા ચોકઠાથી દેખાવ ખરાબ લાગે અને મોઢાંના રોગો થવાની  સંભવના રહે. હમેશા જમ્યા બાદ ચોકઠું સાફ કરવું, મોઢું સાફ કરવું. ચોકઠાં સાફ કરવાનો પાવડર તમારા દાંતના ડોક્ટરની સલાહ લઇ વાપરવું.
(૪) ચોકઠું ઢીલું રહેતું હોય તો ચોકઠું ફીટ કરવાનો પાવડર વાપરવાથી ચોકઠું મોઢામાં બંધબેસતું રહી શકે છે.
(૫) ચોકઠું તૂટે તો ઘરગથ્થુ ઉપચાર ન કરતા, તૂટેલા ભાગો સાથે રીપેર કરાવવા આપના ડોક્ટરને મળો.
(૬)શરૂઆતમાં ચોકઠું મોઢાંમાં મુક્તા વધારે લાળ આવશે, જે સમય જતા સામાન્ય થઇ જશે.
(૭) ચોક્ઠાને સુકું થવા દેશો નહિ. મોઢાની બહાર હોય ત્યારે ચોક્ઠાને પાણીમાં ડુબાડી રાખશો.
(૮) ચોકઠું સાફ કરતી વખતે તેને વ્યવસ્થિત પકડવું જેથી તે પડી જાય નહિ અને તૂટે નહિ.
(૧૦) નવા ચોકઠાથી મોઢામાં વાગતુ હોય, ખુંચતું હોય કે ચાંદા પડે તો તમારા ડોક્ટરને બતાવો.
(૧૧) ચોકઠાથી ખાતા શીખવું સમય લે છે. કુદરતી દાંત કરતા ચોકઠાથી ચાવવું કયારેય સરળ હોતું નથી.
(૧૨) ચોકઠું કાયમી નથી. હાડકા તેમજ મોઢામાં સતત ફેરફાર થતો હોય છે, તેથી પાંચ-સાત વર્ષે નવા માપનું ચોકઠું બનાવવુ જરૂરી છે.








🏥સરનામું : -
શુભલક્ષમી શોપિંગ સેન્ટર, તિરૂપતિ કુરિયરની ઉપર, ડૉ. અજય કોઠિયાલા હોસ્પિટલની પાસે, સ્ટેશન રોડ, આણંદ, ગુજરાત (388001)
સંપર્ક ☎️ : -   +91 70965 32278,  02692 - 266498



Visit Us