www.smilegalleria.in
આ તબક્કામાં દુખાવો થતો નથી. વધારે આગળના તબક્કામાં પેઢા ફૂલી જાય છે, લોહી વધારે પ્રમાણમાં નીકળે છે. પેઢામાંથી રસી નીકળે છે, ક્યારેક જ દુખાવો થાય છે અને દાંત થોડાક પ્રમાણમાં હલતો હોય એવું લાગે. છેલ્લા તબક્કામાં બધા લક્ષણોની તીવ્રતામાં વધારો થાય છે અને દાંત વધારે પડતો હલવા માંડે છે, દુખાવો કયારેક જ થાય છે. આશ્ચર્યજનક રીતે પાયોરિયાના મોટાભાગના કેસમાં છેલ્લા તબક્કામાં પણ કોઈ જાતના લક્ષણો જોવા મળતા નથી.
પાયોરીયાના લક્ષણો
- શરૂઆતના તબક્કામાં આ રોગમાં પેઢા પર લાલાશ પડતો સોજો હોય છે.
- પેઢા પાસે દાંત પર કાળી કે પીળાશ પડતી છારી (કચરો ) જામી હોય જે બ્રશથી દૂર ન થતી હોય. આ છારી મોટેભાગે નીચેના આગળના દાંતમાં અંદરની બાજુએ વધારે જમા થાય છે.
- બ્રશ કરતી વખતે કે આપમેળે પેઢામાંથી લોહી નીકળતું હોય.
- પેઢા દાંતની આજુબાજુથી ઉખડી ગયા હોય.
- મોઢામાં વાસ આવતી હોય.
- પેઢામાં ક્યારેક ખંજવાળ આવતી હોય.
આ તબક્કામાં દુખાવો થતો નથી. વધારે આગળના તબક્કામાં પેઢા ફૂલી જાય છે, લોહી વધારે પ્રમાણમાં નીકળે છે. પેઢામાંથી રસી નીકળે છે, ક્યારેક જ દુખાવો થાય છે અને દાંત થોડાક પ્રમાણમાં હલતો હોય એવું લાગે. છેલ્લા તબક્કામાં બધા લક્ષણોની તીવ્રતામાં વધારો થાય છે અને દાંત વધારે પડતો હલવા માંડે છે, દુખાવો કયારેક જ થાય છે. આશ્ચર્યજનક રીતે પાયોરિયાના મોટાભાગના કેસમાં છેલ્લા તબક્કામાં પણ કોઈ જાતના લક્ષણો જોવા મળતા નથી.
પાયોરીયા થતો અટકાવવાના ઉપાયો
- દરરોજ નિયમિત દરેક વખતે જમ્યા બાદ દાંતની સાચી પધ્ધતિથી બ્રશ વડે સફાઈ કરવી જોઈએ.
- મોઢામાં જોરથી હલાવી પાણીના કોગળા કરવા. મીઠાવાળા પાણીનો ઉપયોગ ફાયદાકારક છે.
- પાનમસાલા, તમાકુ ખાવાની કુટેવ ન રાખવી.
- પાયોરિયા થવાનું મૂળ કારણ છારી છે.
જો દાંત પર છારી જામી ગઈ હોય તો તમારા દાંતના ડોક્ટર પાસે તે છારી અલ્ટ્રાસોનિક સ્કેલર ( સ્કેલીંગ/ Scaling ) દ્વારા દૂર કરાવવી જોઈએ.જેથી, આ રોગને શરૂઆતના તબક્કામાં જ અટકાવી શકાય અને દાંતને બચાવી શકાય.
સારવાર
પાયોરીયાની સારવાર, રોગ તેના ક્યાં તબક્કામાં છે તેના પર આધાર રાખે છે. જો રોગ શરૂઆતના તબક્કામાં જ હોય તો માત્ર સ્કેલીંગ(Ultrasonic Scaling) દ્વારા છારી દૂર કરવાથી જ મટાડી શકાય છે. વધારે આગળના તબક્કામાં હાડકાનું પ્રત્યારોપણ (બોન ગ્રાફટીંગ/ Bone Grafting), પેઢાની સર્જરી (ફ્લેપ સર્જરી/ Flap Surgery) ની સારવાર દ્વારા કરી શકાય છે.
છેલ્લા તબક્કામાં જયારે દાંત એકદમ હલતો હોય અને વધારે પ્રમાણમાં પેઢા તેમજ હાડકાનો નાશ થઇ ગયો હોય તેવા કિસ્સામાં કોઈ સારવાર કારગત નીવડતી નથી ત્યારે છેલ્લા ઉપાય તરીકે દાંત કઢાવી (Tooth Extraction) નાખવો પડે.
પાયોરીયા ને કારણે દાંત ગુમાવવા ન પડે તે માટે શું કરવું?
પાયોરીયા જ ન થાય તેવું વાતાવરણ ઉભું કરવું, તો તેના માટે શું કરવું જોઈએ ? નિયમિત જમ્યા બાદ દરેક વખતે વ્યવસ્થિત દાંતની બ્રશ વડે સફાઈ કરો. દર છ મહિને કોઈ પણ તકલીફ ન હોય તો પણ તમારા દાંતના ડોક્ટરની મુલાકાત લો, જે મોઢાની તબીબી તપાસ કરશે અને જો દાંત પર છારી જામી ગઈ હોય તો સ્કેલીગ દ્વારા દૂર કરશે. સ્કેલીંગથી પેઢા તંદુરસ્ત થશે. તંદુરસ્ત પેઢા તમારા દાંતને જીવનભર મજબૂત રાખશે.